રેલવે પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે જોડાવવા માંગતી મહિલાનું નામ મેરિટ લિસ્ટમાં હોવા છતાં નિયુક્તિથી વંચિત રખાઈ હતી
રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થવાની ઈચ્છુક ઈશાના મામલામાં દિલ્હી હાઈકોર્ટે જે નિર્ણય સંભળાવ્યો તે આ પરીસ્થિતિમાંથી પસાર થનાર દરેક મહિલાઓ માટે દાખલો બની ગયો છે. હાઈકોર્ટે આશા વ્યક્ત કરી હતી કે દરેક નોકરી આપનાર ખાસ કરીને રાજય ભવિષ્યમાં એ નિશ્ચિત કરશે કે કોઈપણ મહિલા માત્ર પ્રેગ્નન્સીના કારણે નોકરીની તકથી વંચિત ન રહે.
- Advertisement -
જેન્ડર ઈકિવલિટી પર જોર આપતા આ નિર્ણયમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ગર્ભાવસ્થાના આધારે ભેદભાવ કોઈપણ મહિલાની કેરિયર બનાવવાની આકાંક્ષા પુરી કરવામાં આડે ન આવવું જોઈએ. કારણ કે માતૃત્વને એક બાધા તરીકે નહીં બલકે દરેક મહિલાના મૌલિક માનવ અધિકાર તરીકે જોવામાં આવે.
જસ્ટીસ રેખા પલ્લી અને જસ્ટીસ શાલિંદર કૌરની બેન્ચે ઈશાની અરજી મંજુર કરી હતી, જે આરપીએફ/આરપીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થવા માંગતી હતી પણ મેરિટ લિસ્ટમાં નામ આવવા છતા તેને નિયુક્તિથી વંચિત કરી દેવાઈ હતી. કારણ કે 20 એપ્રિલ 2019માં ફિઝીકલ એફીશિયન્સી અને મેજરમેન્ટ ટેસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીના કારણે ભાગ નહોતી લઈ શકી.
- Advertisement -