અખિલ ભારતીય ખત્રી મહાસભા (રજી.)ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં હવે પાંચ ઉમેદવારો વચ્ચે કડક મુકાબલો થશે. ઉપરોક્ત માહિતી આપતાં મુખ્ય ચૂંટણી અધિકારી ખત્રી અજય ટંડને જણાવ્યું કે, અખિલ ભારતીય ખત્રી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી વર્ષ ૨૦૨૧ની પ્રક્રિયા ૫ જૂન,૨૦૨૧ થી સમયપત્રક મુજબ ચાલુ છે. ઉપરોક્ત ચૂંટણીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી મોહનલાલ ખત્રી (ચેન્નઇ) અને જગદીશ સી. મેહરા (બેંગ્લોર)ના નામ પરત ખેંચ્યા બાદ હવે પાંચ ઉમેદવારો ખત્રી અજયકુમાર મેહરોત્રા (પ્રયાગરાજ), ધનરાજ ખત્રી (ગાંધીનગર), ફાલ્ગુની જોગી (થાણે), રતનલાલ ખત્રી (બાલોત્રા) અને રીના તુલી (પઠાણકોટ) મેદાનમાં છે. ખત્રી અજય ટંડને માહિતી આપી હતી કે ઉપરોક્ત ખત્રી મહાસભાની સભ્ય સભાઓને બેલેટ પેપર મોકલવાની કામગીરી ઉપરોક્ત ચૂંટણી માટે ૧૪ જુલાઈ, ૨૦૨૧ થી ૫ ઓગસ્ટ, ૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. ત્યારબાદ, ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે બેલેટ પેપર્સ રજી.પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં આપી શકા છે. નોંધનીય છે કે,બેલેટ પેપર્સની મતગણતરી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ રાધાકૃષ્ણ પબ્લિક સ્કૂલ, કૈલાસા માર્ગ, અમરોહા (યુ.પી.) ખાતે બપોરે ૩.૦૦ વાગ્યે યોજાશે અને બેલેટ પેપર્સની ગણતરી બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ખત્રી અજય ટંડનએ પણ માહિતી આપી હતી કે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે અખિલ ભારતીય ખત્રી મહાસભાના સંરક્ષક બોર્ડની એક બેઠકની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં ખત્રી
સમાજને વધુ સંગઠિત કરવા અને સમાજને આગળ ધપાવવા ચર્ચા વિચારણા કરવામાં આવશે. અજય ટંડન મુખ્ય ચૂંટણી અધિકારી, અખિલ ભારતીય ખત્રી મહાસભા શિબિર કચેરી- બજાર જટ, અમરોહા -આપના સુપ્રસિદ્ધ અખબારમાં ઉપરોક્ત પ્રેસ-નોટ શહેર/જીલ્લામાં પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી સહકારની અપેક્ષા સહ આભાર.