ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ રાજયના રમત-ગમત અને જૂનાગઢ જિલ્લાસ વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી- 2025ના પ્રથમ અઠવાડીયા દરમ્યાન જૂનાગઢમાં ગુજરાતના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પનર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીથી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્લોક નં.1, પ્રથમ માળ બહુમાળી ભવન સરદાર બાગ જૂનાગઢ ખાતેથી પણ વિના મૂલ્યે મળી શકશે. તેમજ Facebook Id -Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્પણર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યાઓ મુજબની પૂરી વિગતો સાથે જિલ્લામ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન તા.4/11/2024 સુધીમાં પહોંચતા કરવાના રહેશે.અગાઉ ફોર્મ ભરેલ સ્પર્ધકોએ ફરી વાર ભરવાના રહેશે નહીં. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(0285)2630490 નો સંપર્ક કરવો.