-અમેરિકા સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનો ચોંકાવનારો ખુલાસો
છાશવારે નેઈલ પોલીશ બદલવાની શોખીન મહિલાઓને ચિંતા કરાવે તેવા એક અભ્યાસ અનુસાર જેલ મેનિકયોર્સમાં ઉપયોગમાં લેવાતા અલ્ટ્રાવાયોલેટ પોલિશ ડ્રાઈંગ ઉપકરણોથી કેન્સર થવાનું જોખમ રહેલું છે.
- Advertisement -
અમેરિકાના સાન ડિએગો સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવ્યાં અનુસાર બ્યુટી સલુનમાં નેઈલ પોલીશ સૂકવવા માટે ઉપયોગમાં લેવાતા અલ્ટ્રાવાયોલેટ લાઈટ એમેટીંગ ઉપકરણોથી માનવ શરીરમાં રહેલા કોષોને મળતું પોષણ બંધ થઈ જાય છે અને છેવટે કોષો નાશ પામે છે.
આ અભ્યાસના સહલેખક તથા કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર લુડમિલ એલેકઝોન્ડ્રોવના જણાવ્યાં અનુસાર, આ ઉપકરણો સુરક્ષિત હોવાના દાવા સાથે લોકો સમક્ષ રજુ કરાય છે, પરંતુ અમે જાણીએ છીએ ત્યાં સુધી કોઈએ આ ઉપકરણોનો વિગતવાર અભ્યાસ નથી કર્યો કે તેનાથી કેવી રીતે માનવ કોષોને અસર થાય છે.
અભ્યાસમાં જણાવ્યાં અનુસાર માત્ર 20 મિનિટના સેશન માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઉત્સર્જન કરતાં ઉપકરણોના ઉપયોગથી 20થી30 ટકા કોષો નાશ પામે છે, જયારે 20 મીનીટના ત્રણ સળંગ સેશન લેવાથી તેના સંપર્કમાં આવેલા 65-70 ટકા કોષો નષ્ટ થાય છે.