કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી માટે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જો વર્ષ 2024માં અમેરિકામાં થનારા રાષ્ટ્રપતિ ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જાય છે તો જળવાયુ પરિવર્તન સામેની લડાઇને ફટકો લાગશે. કેનેડાના એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે કહ્યું કે, હા, તેઓ બાબતને લઇને ચિંતામાં છે. જ્યારે આપણે બધાને પર્યાવરણને બચાવવા માટે એકજુટ થઇને આગળ વધવાનો સમય છે, તે સમયે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર જળવાયુ પરિવર્તનની સામે લડાઇને ધીમી કરી નાખશે, જેની મને ચિંતા છે.
ટ્રુડોએ ટ્રમ્પને ખતરનાક ગણાવ્યા
ટ્રુડોએ કહ્યું કે, ટ્રમ્પની જળવાયુ પરિવર્તનને લઇને જે વિચારી રહ્યા છએ, તે ફક્ત કેનેડા જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખતરનાક છે. જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન વર્ષ 2019માં અમેરિકા જળવાયુ પરિવર્તનને લઇને થયેલા પેરિસ કરારથી બહાર રહ્યા હતા. ટ્રમ્પનું માનવું હતું કે, જળવાયુ પરિવર્તન એક ખોટી વાત છે અને આને ચીન દ્વારા લાવવામાં આવ્યો છે. પેરિસ કરારમાં દુનિયાના 200 દેશોએ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને ઓછો કરીને અને જળવાયુ પરિવર્તનને નિયંત્રણ કરવા પર સહમતિ બનાવી હતી. ટ્રમ્પે પેરિસ કરારના અમેરિકી હિતોની સામે ગણાવ્યા હતા.
- Advertisement -
ટ્રમ્પના વિરોધી છે કેનોડાના પીએમ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને હાલમાં જ ઇનફ્લક્શન રિડક્શન એકટ રજુ કર્યો છે, જેમાં અમેરિકામાં અક્ષય ઉર્જાના સ્ત્રોતોમાં ભારે રોકાણની યોજના બનાવી છે. ત્યાર પછી કેનેડાના સરકાર પણ ઇલોકટ્રિક વાહનો અને બેટરીના કેનેડામાં નિર્માણ માટે અરબો ડોલર ખર્યો કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રુડોના ટ્રમ્પ સાથેના સંબંધો થોડા વિવાદિત રહ્યા છે. જો કે એક વાર ટ્રમ્પે ટ્રુડોને નબળા અને અનૈતિક ગણાવ્યા હતા. જયારે હવે 2020ની ચુંટણીમાં બાઇડનને જીત મળી હતી તો તેમણે સૌથી પહેલા અભિનંદન આફનાર નેતાઓમાં ટ્રુડોનો સમાવેશ થાય છે.