કેનેડામાં જંગલમાં લાગેલી આગને લઈ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ લોકો ના સ્થળાંતર અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો અને વરિ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. લોકોને કોમર્શિયલ એરલાઈન્સ અને રોયલ કેનેડિયન એરફોર્સ એરક્રાટ દ્રારા એરલિટ કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પ્રધાન શેન થોમ્પસને જણાવ્યું હતું કે આગ શહેર માટે મોટો ખતરો છે.
કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝની રાજધાની યેલોનાઈફ તરફ જંગલની આગ આગળ વધી રહી છે. પ્રશાસને ભયની આશંકાને ધ્યાનમાં રાખીને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકોને શહેરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. શહેરથી દક્ષિણ તરફ જતા એકમાત્ર હાઈવે પર કારની લાંબી કતારો લાગી ગઈ હતી. આગના ધુમાડા હાઈવે પર ઝીરો વિઝિબલિટીના દ્રશ્યો સર્જાય હતા. એરોપ્લેનમાંથી પાણીનો વરસાદ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્થળાંતર અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો અને વરિ અધિકારીઓની બેઠક બોલાવી છે. લોકોને કોમર્શિયલ એરલાઈન્સ અને રોયલ કેનેડિયન એરફોર્સ એરક્રાટ દ્રારા એરલિટ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં યેલોનાઈફમાંથી ખાલી કરાવવાનું કામ પૂર્ણ થવાની ધારણા છે. યલોનાઈફની વસ્તી આશરે ૨૦,૦૦૦ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફકત તે જ લોકો કે જેમની પાસે માર્ગ દ્રારા જવાનો વિકલ્પ નથી અથવા જેઓ બીમાર છે અથવા નબળા છે તેઓએ ખાલી કરાવવાની લાઈટસ માટે નોંધણી કરાવવી જોઈએ. આગ હાલમાં ઉત્તર પશ્ચિમ પ્રદેશોની રાજધાની યેલોનાઈફથી ૧૦ માઈલ દૂર છે. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી શેન થોમ્પસને બુધવારે જણાવ્યું હતું કે, આગ શહેર માટે મોટો ખતરો છે. વહીવટીતંત્રે રહેવાસીઓને શહેરની બહાર ગ્રેટ સ્લેવ લેકના ટાપુઓ પર આશ્રય ન લેવાની ચેતવણી પણ આપી હતી.