કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે, કેનેડા પેલિસ્ટીનીના હિસ્સાવાળા ક્ષેત્ર પર કબ્જો કરનાર કટ્ટરપંથી ઇઝરાયલી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે. મીડિયા ઇન્ટરવ્યુમાં જોલીએ કહ્યું કે, સરકાર સક્રિય રીતે આ દિશામાં કામ કરી રહી છે. મેલાની જોલીએ હાલમાં જ યુક્રેનનો પ્રવાસ કર્યો અને ત્યાંના યુક્રેની અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
હમાસના નેતાઓની સાથે કટ્ટરપંથી ઇઝરાયલી નાગરિકો પર પ્રતિબંધ લગાવશે
મેલાની જોલીએ કહ્યું કે, અમે કટ્ટરપંથી સેટલર્સ પર પ્રતિબંધ લાગવશું અને તેની સાથે જ હમાસના નેતાઓ પર નવા પ્રતિબંધ લગાવવામાં આવશે. શુક્રવારના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તેઓ વેસ્ટ બેંકમાં ગેરકાનુની રીતથી વસનારા કટ્ટરપંથી ઇઝરાયલિઓની સામે પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ટ્રુડોએ કહ્યું કે, વેસ્ટ બેંકમાં જમીન કબ્જો કરવા માટે થઇ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને આ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. બંન્ને દેશોવાળા સમાધાનની દિશામાં વધારો જરૂરી છે.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, કેનેડાના યુદ્ધને પૂર્ણ કરવાનો રસ્તો શોધવા માટે સમર્પિત છે, સાથે જ વિવાદનું સમાધાનનો પણ પક્ષઘર છે. અમે ઇચ્છિએ છીએ કે, જેનાથી યુદ્ધવિરામ થઇ શકે. અમે સૌથી પહેલા ઇચ્છિએ છીએ કે, બંધકોને છોડવાની ડીલ થાય, સાથે જ ગાઝામાં માનવીય રાહત પહોંચે. અમે એક સંશોધિત પેલિસ્ટીની ઓથોરિટી ઇચ્છિએ છીએ. સાથે જ અમે ઇઝરાયલમાં એવી સરકારે ઇચ્છે છે, જે બંન્ને દેશોમાં મહત્વની ભૂમિકામાં કામ કરવાની ઇચ્છા છે.
અમેરિકાએ 7 ઓક્ટોમ્બર પછીછી હમાસના 5 રાઉન્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે. છેલ્લા અઠવાડીયે પણ અમેરિકાએ હમાસ પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકાએ વેસ્ટ બેંકમાં વધી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. જો કે, વેસ્ટ બેંકમાં કટ્ટરપંથી ઇઝરાયલી નાગરિકો વસી રહ્યા છે અને વર્ષ 2023માં તેમની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. જેના પર પશ્ચિમી દેશોમાં ચિંતા વધી રહી છે.