અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડાને લઇને નારાજગી શાંત થઇ નથી. હવે તેમણે પાડોશી દેશને ’ખરાબ દેશ’ ગણાવ્યો છે. આ પહેલાં પણ તેણે કેનેડા સામે વધુ ટેરિફ લગાવવાનું પગલું ભર્યું છે. સાથે જ તેમણે આખા દેશને અમેરિકાનું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, જસ્ટીન ટ્રુડો કેનેડામાં આ પદ છોડ્યાં બાદ ટૂંક સમયમાં જ વડાપ્રધાનની ચૂંટણી યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાલું ટેરિફ વોરની વચ્ચે ટ્રમ્પે કહ્યું કે, “કેનેડા કામ કરવા માટે સૌથી ખરાબ દેશોમાંથી એક છે. ટ્રમ્પે કહ્યું કે, હું તેમને ગવર્નર ટ્રુડો કહું છું. તેમનાં લોકો દુષ્ટ છે અને તેઓ સાચું કહેતાં નથી. તેમણે કેનેડાને ’અમેરિકાનું 51મું રાજ્ય’ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે કેનેડાએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પની નીતિઓ ચૂંટણીમાં લિબરલ પાર્ટી માટે મદદરૂપ થઈ શકે છે ? ટ્રમ્પે કહ્યું કે, રૂઢિચુસ્તો કરતાં ઉદારમતવાદીઓ સાથે કામ કરવું વધુ સરળ રહેશે. “મને એનાથી કશો ફરક નથી પડતો. મને લાગે છે કે તેમની સાથે કામ કરવું સરળ છે. કદાચ તેઓ જીતી જશે, પરંતુ મને તેની પરવા નથી. ’
ટ્રમ્પે કેનેડામાં વિપક્ષી પાર્ટી પર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ સાથે જ પીયરે પોલિવરે પણ પીએમની રેસમાં વિચારવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. “તે ચૂંટણીની રેસમાં છે, તે મારો કન્ઝર્વેટિવ મિત્ર નથી,” તેણે તેનું નામ લીધા વિના કહ્યું. તેમણે કહ્યું કે હું તેને ઓળખતો નથી, પણ તેણે કેટલીક નકારાત્મક વાતો કહી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને ભારતીય અધિકારીઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યાં બાદ કેનેડા અને ભારત વચ્ચેનાં સંબંધો તંગ બન્યાં છે. ખાસ વાત તો એ છે કે, તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રુડોએ એક સભામાં ભારત પર સવાલ ઉઠાવ્યાં હતાં, પરંતુ આ અંગે કોઇ પુરાવા રજૂ કર્યા ન હતાં. આ પછી, ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢવાની કાર્યવાહી પણ કરી હતી.