– મલારી ઇન અને માઉન્ટ વ્યૂ હોટલથી થશે કામગીરીની શરુઆત
જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે. મુખ્ય સચિવ ડૉ.એસ.એસ.સંધુએ અસુરક્ષિત ઈમારતોને તોડી પાડવા સૂચના આપી છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ લોનીવીની ટીમ ઇમારતોને તોડી પાડવાનું કામ કરશે, બંને સંસ્થાઓની ટીમો જોશીમઠ પહોંચી છે. અસુરક્ષિત ઈમારતો પર લાલ નિશાન લગાવવામાં આવ્યા છે.
- Advertisement -
ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ ડૉ. રણજીત સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, CBRIની ટીમ ગઈકાલે જોશીમઠ પહોંચી અને મલારી ઇન અને માઉન્ટ વ્યૂ હોટલનો સર્વે કર્યો હતો. આ બે હોટલમાંથી ઈમારતોને તોડી પાડવાની શરૂઆત આજે થશે.
સૌ પ્રથમ હોટેલ મલારી ઇનને તોડવામાં આવશે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના નિષ્ણાતોની ટીમના નિર્દેશન હેઠળ અને NDRF, SDRFની હાજરીમાં હોટલ તોડવાની કાર્યવાહી હાથ ધરશે. આ દરમિયાન 60 મજૂરો સાથે બે જેસીબી, એક મોટી ક્રેન અને બે ટીપર ટ્રક હાજર રહેશે.
Joshimath: Demolition of damaged hotels, houses to begin today
- Advertisement -
Read @ANI Story | https://t.co/OFu1L40hYI#Joshimath #JoshimathDemolition #Uttarakhand pic.twitter.com/LsfXVdJbnj
— ANI Digital (@ani_digital) January 10, 2023
વહીવટીતંત્ર સામે પણ હવામાનનો પડકાર
વહીવટીતંત્ર સામે હવામાનનો પડકાર પણ છે. વરસાદ કે હિમવર્ષાની સંભાવનાને જોતાં સરકાર ઇચ્છે છે કે અત્યંત સંવેદનશીલ ઇમારતોને તાત્કાલિક તોડી પાડવામાં આવે જેથી કોઈ આકસ્માતને થતુ બચાવી શકાય.
ઇમારતો ક્રમિક રીતે તોડી પાડવામાં આવશે
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી ડૉ. રણજિત સિન્હાના જણાવ્યા અનુસાર, તે તમામ ઇમારતોને ક્રમિક રીતે તોડી પાડવામાં આવશે, જેમાં તિરાડો પડેલી છે.