આગામી સમયમાં ભારતીય સોફટ ડ્રીંક્સ માર્કેટમાં મોટા કડાકા-ભડાકાના સંકેત છે. મુકેશ અંબાણીના માલિકીના રીલાયન્સ રીટેઇલ દ્વારા દેશભરમાં કેમ્પા કોલા અને કેમ્પા બ્રાન્ડના સોફટ ડ્રીંક્સની રૂા.10ની બોટલો માર્કેટમાં મુકાતા સ્પર્ધા શરુ થઇ છે અને હવે પેપ્સી અને કોકાકોલા પણ બજેટ ફ્રેન્ડલી બોટલ રજુ કરવા માટે તૈયારી કરી રહી છે.
મુકેશ અંબાણીએ આગામી દિવસોમાં સોફટ ડ્રીંક્સ માર્કેટમાં જબરી સ્પર્ધાના સંકેત આપી દીધા છે અને ફકત નાની બોટલ નહીં પરંતુ બે થી પાંચ લીટર સુધીની બોટલોમાં પણ મલ્ટી નેશનલ કંપનીઓ સાથે તે સ્પર્ધા કરવા તૈયાર છે. અગાઉ જેમ ભારતના ટેલીકોમ માર્કેટમાં રીલાયન્સ જીયોની એન્ટ્રીથી કોલીંગ સહિતના ભાવમાં મોટા ઘટાડા થયા હતા તે રીતે હવે સોફટ ડ્રીંક્સ માર્કેટમાં સ્પર્ધા સર્જાશે.
- Advertisement -
હાલ પેપ્સી અને કોલા કાચની બોટલોમાં રૂા.10માં સોફટ ડ્રીંક્સ આપે છે તેની સામે રીલાયન્સ દ્વારા પ્લાસ્ટીકની બોટલોમાં આ પ્રકારે સોફટ ડ્રીંક્સ અપાતા હોવાથી ગ્રાહકોમાં તે સરળ બની ગયું છે. રીલાયન્સે કેમ્પા કોલોના 200 મી.લી.ની બોટલના રૂા.10માં રજુ કરી છે જ્યારે કોલાકોલા અને પેપ્સી 250 મીલીની બોટલ રૂા.20માં વેંચે છે. કેમ્પાની 500 મીલીની બોટલ રૂા.20માં વેંચાય છે જ્યારે કોક અને પેપ્સીની બોટલ રૂા.40માં વેંચાય છે.