અનેક લાભાર્થીને ચેક વિતરણ કરવામાં આવ્યા
કેમ્પમાં 400થી વધુ ગામજનો, ગ્રાહકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવાગામ ગામે ગ્રાહક જાગૃતિ અંગે DMD બામણબોર શાખા દ્વારા 21 ઓગસ્ટે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેનો હેતુ ગ્રામજનોને સામાજિક સુરક્ષા યોજનાઓ, બેન્કીંગ સુવિધાઓ, ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ આપવાનો અને ગ્રામ્ય સ્તરે વધુ વ્યાપક વિતીય સમાવીશન સુનિશ્ચિત કરવાનો હતો. આ કેમ્પમાં રમેશ શ્રીનિવાસ રાવ CGM, બાલાજીકુમાર સિંહ સમંત, સર્કલ ઈૠખ, રાજેશ પુષ્પાંગધન, DGM (BO), રાજકોટ અને શંકરનારાયણ એમ. અય્યર, છખ, છઅઘ-6, રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નવાગામ ગામના સરપંચ, નવાગામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ, મેનેજર તથા બામણબોર શાખાના શાખાપ્રમુખ પણ હાજર રહ્યા હતા.
- Advertisement -
કેમ્પમાં 400થી વધુ ગામજનો, ગ્રાહકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ સામાજિક સુરક્ષા યોજનાઓ ઙખઉંઉંઇઢ, ઙખજઇઢ, અઙઢ અને રી-કેવાયસી અને નોમિનેશનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાયબર સુરક્ષા જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમજ સુક્ધયા સમૃદ્ધિ યોજના, રિકરિંગ ડિપોઝિટ, ઙખઉંઉઢ એકાઉન્ટ્સ જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સાથે 2 ઙખઉંઉંઇઢ દાવા ચેક લાભાર્થીઓને વિતરણ, જઇંૠ વિતરણ ચેક લાભાર્થીને અર્પણ કરાયા હતા. આ ઉપરાંત ઙખઉંઉંઇઢ હેઠળ 104, ઙખજઇઢ હેઠળ 110 અને અઙઢ હેઠળ 9 લાભાર્થીની નોંધણી કરવામાં આવી હતી. નવાગામ ગામે યોજાયેલો આ સેચ્યુરેશન કેમ્પ ગામજનોની સક્રિય ભાગીદારી અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે બેન્કની સમાવેશક બેન્કીંગ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.



