ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીનાં દિવસે વેરાવળમાં ફોટોગ્રાફર દ્વારા કેમેરાની પુજા કરવામાં આવી હતી. 40 થી વધુ ફોટોગ્રાફર જોડાયા હતાં. વેરાવળ સિધ્ધી ડિઝીટલ સ્ટુડિયોના માલિક મુકેશભાઈ ચોલેરાના પૂત્ર કરણભાઈ ચોલેરાને એક વિચાર આવ્યો.આજથી 10 વર્ષ પહેલાં એક નવી પહેલ કરવામાં આવી અને કેમેરા પૂજનનો શુભારંભ કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના ફોટોગ્રાફરને આજના કોમ્પિટિશન યુગમાં મુકેશભાઈ દ્વારા એક મંચ પર ભેગા કરી કેમેરા પૂજનની શરૂઆત કરી,જે છેલ્લા 10 વર્ષથી તેમના સ્ટુડિયો પર સ્વખર્ચે કરવામાં આવે છે.ગીર સોમનાથ જિલ્લાના ફોટોગ્રાફરો પોત પોતાના કેમેરા લઈને સિધ્ધી ડીઝીટલ સ્ટુડિયો પર આવે છે.સૌ એક સાથે મળીને કેમેરા પૂજન કરે છે. ભુદેવ મનીષભાઈ પેરાણી જે પોતે પણ એક ફોટોગ્રાફર છે તેના દ્વારા શાસ્ત્રોકત વિધિથી કેમેરાનું પૂજન કરવામાં આવ્યું હતું.
વેરાવળમાં છેલ્લાં દસેક વર્ષથી ફોટોગ્રાફર એસો.એ કરી કેમેરા પૂજા



