મેંદરડાના માનપુર ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
મેંદરડાના માનપુર ખાતે 75માં વન મહોત્સવની જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખે જન્મ આપનાર માતાના સ્મરણમાં એક વૃક્ષનુ અચૂક વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો.
માનપુરના આલ્ફા સંકુલ ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં હરેશ ઠુંમરે જણાવ્યું કે, છોડમાં રણછોડ એટલે કે વૃક્ષમાં પણ પરમાત્માનો વાસ છે, તેવુ માનનાર ઉજળી ભારતીય સંસ્કૃતિ છે, વૃક્ષો ગુણોનો ભંડાર છે, ફળ-ફૂલ આપવાની સાથે પશુ-પક્ષીઓને છાયડો આપે છે, વૃક્ષો પ્રાણવાયુ ઓક્સીજન આપે છે, તેના વાવેતરથી વરસાદ આવે છે અને તેથી જ ધરતી હરિયાળી રહે છે. ઔષધીય વૃક્ષો આરોગ્ય બક્ષે છે. આમ, વૃક્ષો આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે અતૂટ રીતે વણાયેલા છે. ત્યારે સાચા અર્થમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી બની વૃક્ષ વાવેતર પહેલમાં આપણે અગ્રસર બનીએ. તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રંસગે મુખ્ય વન સંરક્ષક કે. રમેશે અને આઈએફએસ વિકાસ યાદવએ શાબ્દિક સ્વાગત કરતા વૃક્ષ વાવેતર અને જતનનુ મહત્વ સમજાવ્યું હતું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતર અને જતન માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કર્યું હતુ. ઉપરાંત ” એક પેડ માં કે નામ ” ટૂંકી ફીલ્મ દ્વારા આ અભિયાનથી અવગત કરવામાં આવ્યાં હતા.આ કાર્યક્રમમાં સમારંભમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, આસિસ્ટંટ કલેક્ટર ઐશ્વર્યા દૂબે, આલ્ફા સંકુલના ટ્રસ્ટી જીગ્નેશ નકુમ આચાર્ય સુરસિંહ ઝાલા, મોહનભાઇ મુછડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રેન્જ ફોરેસ્ટર ડી.એમ.કાગડાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવાએ બોરસલી,પી5ળ, પ્રાગવડ, પારસ પી5ળો,પુત્રમજીવા, વડ, પી5ળો, સેમળો, બીલી વગેરે વૃક્ષોનું વાવેતર કર્યું હતુ. અને વૃક્ષ રથને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન આ કાર્યક્રમના નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક પ્રશાંતતોમરે કર્યું હતું.