જીજ્ઞાસાબેન મેરની રજૂઆતને પગલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા રાજ્યના કૃષિમંત્રીને ભલામણ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર તાલુકામાં ઓગષ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હોય, ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાસાબેન મેર દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વાંકાનેર તાલુકાને સંપુર્ણ અતિવૃષ્ટિ ગ્રસ્ત ગણી કૃષિ રાહત સહાય પેકેજ આપવા માંગ કરવામાં આવી હોય, જે અનુસંધાને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને વાંકાનેર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી કૃષિ રાહત સાહેબ પેકેજ આપવા ભલામણ કરી છે.