કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રદ્યુમન પાર્ક ઝૂની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઝૂની મુલાકાત દરમ્યાન કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ ખરેખર વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટનો ખરા અર્થમાં વિકાસ દેખાય છે,રોડ-રસ્તા,પાણી,ગટર વગેરે જેવી બાબતોની સાથોસાથ શહેરનો ઝડપી વિકાસ થાય તે દિશામાં થઇ રહેલી કામગીરી નજરે દેખાય છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ, આધુનિક બસ પોર્ટ, રામવન જેવા નજરાણા રાજકોટને મળ્યા છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે મુલાકાત લીધી
Follow US
Find US on Social Medias