ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી અને તેઓ ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસે જવાની છુટ આપવામાં આવી હતી. જામનગર નજીક પોતાના મત વિસ્તારમાં એક કાર્યક્રમ દરમ્યાન ગત 11 ફેબ્રુઆરીએ કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલને બ્રેઇનસ્ટ્રોકનો હુમલો આવ્યો હતો અને સારવાર માટે તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 18 દિવસની સારવાર બાદ હવે તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપીને ગાંધીનગર નિવાસે મોકલવામાં આવ્યા છે. આજે એમ્બ્યુલન્સમાં તેઓને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા. સાવચેતી રૂપે તબીબોની એક ટીમને પણ સાથે મોકલવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ: રજા અપાઇ



