ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ (ગ્રામીણ) વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનો આવતીકાલે જન્મદિવસ છે.
- Advertisement -
ભાનુબેન બાબરીયાનો જન્મ તા. 14 સપ્ટેમ્બર, 1975એ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે થયો હતો. તેઓ બે ટર્મ (2007-2017) સુધી ધારાસભ્ય રહ્યા બાદ 2022થી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ઓછું બોલવું અને વધુ કાર્યમાં માનતા ભાનુબેન બાબરીયા શિક્ષણ, દીકરીઓના સશક્તિકરણ અને સમાજસેવામાં સતત સક્રિય રહ્યા છે.મંત્રી તરીકે તેમના દિશાનિર્દેશ હેઠળ પોષણ લક્ષી કાર્યક્રમો જેમ કે પોષણ સપ્તાહ, પોષણ ઉત્સવ, પોષણ ઉડાન વગેરે યોજાયા છે. ઓર્ગેનિક સંસાધનોના ઉપયોગથી લઈને બાળકોને સુપોષિત બનાવવા સુધીની વિવિધ પહેલો તેમણે સફળતાપૂર્વક અમલમાં મૂકી છે.
ભૂતપૂર્વ ધારાસભ્ય મધુભાઈ બાબરીયાના પરિવારમાં પુત્રવધૂ તરીકે આવેલા બાદ તેઓ વધુ લોકપ્રિય લોકપ્રતિનિધિ બન્યા છે. તેઓ ભાજપના અખિલ ભારતીય શેડ્યૂલ કાસ્ટ મોરચાના રાષ્ટ્રીય મંત્રી (2017-2021) તથા 2009થી ભાજપના દેશ કારોબારી સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા છે.
તેમના જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મીત્રો, સગાં-વહાલાં અને કાર્યકરો શુભેચ્છાઓ પાઠવશે.



