ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજિત બાય-બાય નવરાત્રિ સ્પંદન રાસોત્સવ-2024નું જૈન વિઝન ગ્રાઉન્ડ, આર.કે. વર્લ્ડ ટાવરની બાજુમાં, શીતલ પાર્કથી અયોધ્યા તરફ જવાના રસ્તે, 150 ફૂટ રીંગ રોડ ખાતે તા. 15-10-2024 ને મંગળવારના રોજ સાંજે 6-30થી 10-30 દરમિયાન રાખવામાં આવેલ છે. છેલ્લા 11 વર્ષથી સમસ્ત કોળી સમાજ માટે સમાજના યુવાન ભાઈઓ દ્વારા ખૂબ જ સફળ અને સુંદર સ્પંદન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેની સફળતા બાદ આ વર્ષે ફરીથી સમાજના ભાઈઓ-બહેનો માટે એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ ખાતે જૈન વિઝન ગ્રાઉન્ડના વિશાળ પટાંગણમાં ગાયકો શબ્બીરભાઈ દેખૈયા, કિશોરભાઈ પંચાસરા, અશ્ર્વિનીબેન બંસરી મ્યુઝિકલ ગ્રુપ સાથે એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તથા ચાર હજાર ખેલૈયાઓ રમી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કોળી સમાજના ભાઈઓ બહેનોને પધારવા આમંત્રણ છે. આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ શહેરના કોળી સમાજના યુવાન ભાઈઓ તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજક હરેશભાઈ પરસોંડા, ભરતભાઈ પંચાસરા, દિપકભાઈ માનસુરીયા, આશિષભાઈ ડાભી, સુભાષભાઈ અઘોલા, વિજયભાઈ મેથાણીયા, દેવભાઈ કોરડીયા, ચેતનભાઈ મારસુણીયા, ભરતભાઈ બાળોન્દ્રા, દેવાંગભાઈ કુકાવા, રવિભાઈ રાતોજા, ભરતભાઈ ડાભી તેમજ સ્પંદન રાસોત્સવ સમિતિના તમામ કાર્યકર ભાઈઓ છેલ્લા ત્રણ માસથી સખત મહેનત કરી આયોજનને સફળ બનાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કુંવરજીભાઈ બાવળીયા, ધર્મેશભાઈ જંજવાડીયા, ચંદુભાઈ શીહોરા, બાબુભાઈ ઉધરેજા, વીરજીભાઈ સનુરા, પરસોતમભાઈ સોલંકી, નયનાબેન બાળોન્દ્રા, દિનેશભાઈ મકવાણા, કંકુબેન ઉધરેજા, પરસોતમભાઈ સાબરીયા, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ભરતભાઈ ડાભી, દેવભાઈ ફતેપરા, નટુભાઈ કુંવરીયા, મનસુખભાઈ ધામેચા, વિજયભાઈ મેથાણીયા, ગોરધનભાઈ જાખેલીયા, છોટુભાઈ પરસોંડા, રાજકોટ શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તથા રાજકીય અને કોળી સમાજના આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.