ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ,
ગોંડલ ખાતે સમસ્ત વાણંદ સમાજ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રી નું આયોજન રોયલ પાર્ટી પ્લોટ સાયડીગ રોડ ખાતે એક દીવસય રાસ ગરબા નું ભવ્ય આયોજન યોજાયું જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેર માંથી ખેલૈયાઓએ ભાગ લીધો હતો જેમાં ગોંડલ નાગરિકબેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા તેમજ વાઇસ ચેરમેન ગણેશભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહયા હતા આયોજન સાંજ ના 7 થી 1 વાગ્યાં સુધી કરવામાં આવ્યું હતું. જેમાં વાણંદ સમાજ જુદા જુદા શહેરો માંથી અગ્રણીઓ તેમજ પ્રમુખો હાજર રહયા હતા ને ખેલૈયા ઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જેમાં ખેલૈયાઓમાં જોમ ને જુસો જોવા મળ્યો સાથે સમાજની એકતાના પણ દર્શન થયાં હતા. ગોંડલ વાણંદ સમાજ પ્રમુખ સંજયભાઈ બગથળીયા તેમજ સમસ્ત કમિટી દ્વારા આવેલા
તમામ મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ ખાતે દરવર્ષે બાય બાય નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે. જેમાં સમસ્ત વાણંદ સમાજ કમિટી તેમજ સોરકર્મ ધંધાદારી સમિતિ તેમજ નારીશક્તિ દ્વારા આયોજન કરવામાં આવે છે વિજેતા થયેલા પ્રિન્સ પ્રિંસેસ ને અઢળક ઇનામો સમાજ ના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હસ્તક આપવામાં આવ્યા હતા બહોળી સંખ્યામા વાણંદ સમાજ ના ભાઈઓ, બહેનો, વડીલો ને બાળકો હાજર રહયા હતા સમાજ ના ડોક્ટરો રાજકીય આગેવાનો પત્રકારો નું વાણંદ સમાજ ગોંડલ દ્વારા ભવ્ય થી ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું અંદાજીત બાય બાય નવરાત્રી આયોજન મા 3000 લોકો હાજર રહયા હતા ને વાણંદ સમાજ દ્વારા નાસ્તા ની ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજનમાં ગોંડલ માજી સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલ નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, ગણેશભાઈ જાડેજા,માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા,ગોંડલ નગરપાલિકા પ્રમુખ તેમજ અનેક રાજકીય આગેવાનોને વાણંદ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમસ્ત આયોજન મા ગોંડલ વાણંદ સમાજ ના કમિટી ના સભ્યો એ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.