લોકડાયરો, રામામંડળ, દાંડીયા રાસ, ડાન્સ કોમ્પિટીશન, લાડુ સ્પર્ધા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટના હૃદયસમા એવા યુનિવર્સિટી રોડ પર આવેલ જે. કે. ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ 15માં વર્ષે ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તા. 7થી અદ્વિતીય ગણેશ મહોત્સવની ઉજવણી તા. 7ના બપોરે 12-30 કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગણપતિજીની દર્શનીય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.
એરકંડીશન 50*80ના ડોમમાં રંગબેરંગી
લાઈટીંગથી શણગારી વૈદિક પુરાણ થીમ એટલે સિમ્બોલ ઓફ હિન્દુ સંસ્કૃતિ, મનોકામના પૂર્ણ કરનાર જાગતા દેવ ગણેશજીમાં શ્રદ્ધા ધરાવતાં ભાવિકોને અનેરા દર્શનનો લાભ મળશે.
- Advertisement -
શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ 15માં વર્ષે અલગ થીમ દ્વારા ગણેશ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વૈદિકપુરાણ થીમ એટલે સિમ્બોલ ઓફ હિન્દુ સંસ્કૃતિની થીમમાં શ્રીફળ, નાળાછડી, બિંદી, રુદ્રાક્ષ, સ્વસ્તિક, ગોટાપતિ, ઘંટ-શંખ, મંડાલા દ્વારા ડોમમાં શણગાર આકર્ષક બની જશે.
ગણપતિ મહોત્સવના 11 દિવસ દરમિયાન રોજ સવારે 7-00 વાગે અને રાત્રે 8-00 કલાકે મહાઆરતી કરવામાં આવશે. દરરોજ સવારે 7થી 1, સાંજે 5થી રાત્રિના 12-00 વાગ્યા સુધી દેવાધિદેવ ગણેશજીના દર્શન ખુલ્લા રહેશે. રોજ રાત્રે 8-00 કલાકે અલૌકિક મહાઆરતી પણ આકર્ષણનું કેન્દ્ર છે. છેલ્લા 15 વર્ષથી આ ગણેશ મહોત્સવનું શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે.
તા. 7ના રાત્રે 9 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા, તા. 8ના શ્રી રામધુન પ્રેમી (કુતિયાણા), તા. 9ના નાસીક ઢોલ, બાળકો માટે ગેમ્સ, તા. 10ના દીકરો ભૂલ્યો મા-બાપને નાટક, તા. 11ના પાણીપુરી- લાડુ સ્પર્ધા, તા. 12ના ડાન્સ કોમ્પિટીશન, તા. 13ના દાંડીયા રાસ ફક્ત બહેનો માટે, તા. 14ના ભવ્ય લોકડાયરો, તા. 15ના રામામંડળ અને તા. 16ના કરાઓ કે નાઈટ, બ્લડ ડોનેશન કેમ્પ, લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે.