WHO-GMP પ્રમાણિત જેનેરિક દવાઓની આ ઓમની-ચેનલ રિટેઈલ ચેઈન ભારતના ટિયર-2 અને ટિયર-3 માર્કેટ્સમાં વ્યાપક વિસ્તાર કરવાની યોજના
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રિટેઈલ ચેઈનો પૈકીની એક એવી મેડકાર્ટે મંગળવારના રોજ રાજકોટમાં પાંચ નવા સ્ટોર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્ટોર્સ રાજકોટના પ્રમુખ સ્થળોએ લોન્ચ કરવામાં આવશે જેમ કે નાણાંવટી સર્કલ, મોટી ટાંકી ચોક, 80 ફૂટના રોડ પર આવેલ એન્જલ બિઝ, વિદ્યાનગર મેઈન રોડ અને સાધુ વાસવાણી રોડ. આ લોન્ચની સાથે જ મેડકાર્ટેની યોજના રાજકોટવાસીઓને ગુણવત્તાસભર અને પરવડે તેવી જેનેરિક દવાઓ પૂરી પાડી તેમની જરૂરિયાતોને પૂરી કરવાની છે. આ પાંચેય સ્ટોર કંપની દ્વારા સંચાલિત આઉટલેટ્સ છે અને રાજકોટમાં પહેલીવાર ખુલવા જઈ રહ્યા છે.
અંકુર અગ્રવાલ અને પરાશરન ચારી દ્વારા વર્ષ 2014માં સ્થપાયેલ મેડકાર્ટ લોકોને સૌથી પરવડે તેવા દરોએ શ્રેષ્ઠ ગુણવત્તા (ડબલ્યુએચઓ- જીએમપી પ્રમાણિત)ની જેનેરિક દવાઓ પૂરી પાડી દવાના બિલ ઘટાડવા માટે તેમનું સશક્તિકરણ કરે છે. આ કંપની પશ્ર્ચિમ ભારતમાં 100થી વધારે સ્ટોરનું વ્યાપક નેટવર્ક ધરાવે છે. જેમાંથી મોટાભાગના સ્ટોર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આવેલા છે. આગામી વર્ષોમાં મેડકાર્ટનો લક્ષ્યાંક તેમના સ્ટોર્સની સંખ્યાને 200થી વધારે લઈ જવાનો છે. મેડકાર્ટના સ્ટોરનું વ્યાપક નેટવર્ક ફકત ડબલ્યુએચઓ- જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી જ લેવામાં આવેલી પરવડે તેવી દવાઓ અને જેનેરિક્સને રિટેઈલમાં વેચે છે તથા તેની કોઈપણ દવા ગ્રાહકોના મેડિકલ બિલ પર 15%થી 85% સુધીની બચત કરવામાં મદદરૂપ થાય છે.
વધુમાં જેનેરિક દવાઓ અંગે પૂરતી જાગૃતિ ન હોવી એ જેનેરિક દવાઓને અપનાવવાની આડે રહેલો સૌથી મોટો અવરોધ છે. મેડકાર્ટને શરૂ કરવા પાછળનો વિચાર ખૂબ જ સરળ હતો- જો સમગ્ર વિશ્ર્વના લોકોને જેનેરિક દવાઓથી લાભ થતો હોય તો ભારતીયોને પણ શા માટે લાભ ન મળવો જોઈએ? લોકોમાં એવી માન્યતા છે કે દવાઓના બ્રાન્ડેડ નામો જ દવાઓના સાચા નામો છે, જે જાગૃતિના અભાવે ઉદ્ભવેલી છે.
રાજકોટમાં નવા પાંચ સ્ટોર લોન્ચ કરીને ‘મેડકાર્ટે’ ગુજરાતમાં રિટેઈલ ફૂટપ્રિન્ટ વિસ્તારી
