ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં બે કોર્પોરેટરે પદ ગુમાવ્યા બાદ પદ ખાલી જ હતા પણ રાજ્ય ચૂંટણીપંચે પાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી કરવા માટે જાહેરાત કરતા આખરે મનપાની બે બેઠક પણ આવરી લેવાશે.
ચૂંટણીપંચે જાહેર કરેલા આયોજન મુજબ 17મી સુધીમાં જાહેરનામું બહાર પાડવાનું રહેશે. 22-7 સુધીમાં ફોર્મ ભરી શકાશે. 23મીએ ફોર્મ ચકાસણી અને 25મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 6 ઓગસ્ટ રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન અને 8મીએ મતગણતરી કરીને પરિણામ આપી દેવાશે. એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.