ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન ઉત્સાહભેર કરવામાં આવે છે. શ્રી ગણેશ ચતુર્થીના પાવન અને પવિત્ર દિવસે શ્રી ગજાનંદ ગણપતિ દાદાને વાજતે-ગાજતે, મંત્રોચ્ચાર, વિધિ વિધાન દ્વારા ભવ્ય સામૈયું કરી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે દાદાની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભકતો દાદાના દર્શન અને ભક્તિનો લાભ લેતા હોય છે, ત્યારે રાજકોટ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ ભાઈ રૂપાલા, રાજ્ય- સભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પરિવાર સાથે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ- કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં, 17ના કોર્પોરેટર અનીતા બેન ગોસ્વામી, ભાજપ અગ્રણી મનિષભાઈ ભટ્ટ, રાજકોટ કેપ્યુટી પોલીસ કમિશ્નનર સજનસિંહ પરમાર, ભકિતનગર પો.સ્ટે. પી.આઈ મયુર ધ્વજરાજસિંહ સરવૈયા, પ્રફુલભાઈ ગોસ્વામી, અમરેલીથી ગોસ્વામી સમાજના અગ્રણી ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, હાર્દિક ગીરી, હરેશ ગિરિ ગોસ્વામી, એસ. એસ. ગોસાઈ, વિનોદ ભારથી ગોસ્વામી, પૂર્વ કોર્પોરેટર શોભનાબેન ગોસ્વામી, રાજૂભાઈ રૈયાણી, એડવોકેટ ચૌહાણ, યોગેશભાઈ ભટ્ટ, હસુભાઈ વૈષ્ણવ, વિનુભાઈ સોલંકી સહીતના મહાનુભાવોએ દાદાના દર્શન અને આરતીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
શ્રી ગણેશ મહોત્સવમાં ધર્મ રક્ષક પરિષદ દ્વારા અનેક કાર્યકમો થતા હોય છે, જેના ભાગ રૂપે તા. 14/9/2024ને શનિવારે, રાત્રે 9:00 કલાકે, ભક્તિનગર સર્કલ ખાતે શ્રી ગણપતિ દાદાના સાનિધ્યમાં ભવ્ય રાસ મહોત્સવનું આયોજન કરેલું છે. જેમાં ધર્મ પ્રેમી લોકોને પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભાજપ અગ્રણી ગૌતમગિરિ ગોસ્વામી, રમેશભાઈ ગઢીયા, હાર્દિક ગોસ્વામી, નીરવ ચૌહાણ, જૈનીષ ગોસ્વામી, લલીત પાલા, નયનભાઈ પટેલ, ભૌતિક આસોદરીયા, રવિ બુસા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.