હિન્દુ શાસ્ત્રોમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ગણેશજી, ભગવાન ધનવંતરી અને કુબેરજીની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દેવી-દેવતાઓ સાથે શ્રીયંત્રની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને અનાજની પ્રાપ્તિ થયા છે. તેમજ ખાસ આ દિવસે લોકો તેમની ક્ષમતા પ્રમાણે સોનું-ચાંદી અને વાસણોની ખરીદી કરતા હોય છે. કારણ કે આ દિવસે સોના-ચાંદી કે વાસણની ખરીદી કરવી અતિ શુભ માનવામાં આવે છે. વિશ્ર્વભરમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી માટે સવારથી લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો શુકન માટે તેમની ક્ષમતા મુજબ ખરીદી કરતા જોવા મળ્યા હતા. શહેરના પેલેસ રોડ પર ખરી ધનતેરસ હોવાનો માહોલ જોવા મળ્યો હતો.
ધનતેરસમાં સોનાં-ચાંદીની ખરીદી કરવા સોની બજારમાં લોકો ઉમટી પડ્યા

Follow US
Find US on Social Medias