શહેર મવડી મેઇન રોડ પરના વિશ્વનગર આવાસ ક્વાટર્સમાં રહેતો અમીત રામ પાંડે (ઉ.વ.32) ગેરકાયદે હથિયાર સાથે હુડકો ચોકડી પાસે હોવાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીએસઆઇ રબારી અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને અમીત પાંડેને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિમતનો તમંચો તેમજ રૂ.100ની કિમતનો 12 બોરનો કાર્ટિસ મળી આવ્યો હતો.
પોલીસે હથિયાર અને કાર્ટિસ જપ્ત કરી અમીત પાંડેની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશનો વતની અમીત પાંડે અગાઉ પાંચ વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યોછે. યુપીથી અઢીવર્ષ પહેલા હથિયાર લઇ આવ્યાની આરોપીએ કબુલાત આપી હતી. પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.


