વરસતા વરસાદમાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ ટીમ, પેરા મેડિકલ સહિતનો સ્ટાફ સતત કામગીરીમાં જોતરાયો: 6000 દર્દીઓની ઘઙઉ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તહેવારની રજા અને અતિવૃષ્ટિ હોવા છતાં ભારે કામગીરી રહી હતી. રજાના 4 દિવસ દરમિયાન 274 ઓપરેશન થયા હતા. આ ઉપરાંત સાતમ આઠમના દિવસો દરમિયાન 6000 દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી રાજકોટમાં શનિવારથી લઈ બુધવાર સુધીધોધમાર વરસાદ વરસ્યો હતોજન્માષ્ટમીનો મેળો ધોવાઈ ગયો. અઘોષિત કરફ્યુ જેવો માહોલ તહેવારમાં રહ્યો.
આવરસાદી માહોલમાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ લાગી હતી. છેલ્લા ચાર દિવસમાં હજારો દર્દીઓને સારવારનો લાભ લીધો હતો. અહીં સોમવારે અડધો દિવસ ઓપીડી બંધ રાખવામાં આવી હતી. જે પછી તા.25 રવિવારથી તા.28 બુધવાર સુધીમાં 89 જેટલા મેજર ઓપરેશન અને 184 જેટલા માઈનોર ઓપરેશન થયા હતાં. તા. 26 ઓગષ્ટ સોમવારથી તા.29 ઓગષ્ટ ગુરૂવાર સુધીમાં કુલ 6,106 દર્દીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમાંથી 923 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, વરસતા વરસાદ અને રજાના દિવસોમાં પણ સિવીલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ ટીમ, પેરા મેડિકલ સહિતનો સ્ટાફ સતત કામગીરીમાં
રહ્યો હતો.