ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં 5 થી 6 વખત ટ્રીપિંગ આવતું હોય છે જેના કારણે ઈન્ડસ્ટ્રીઝ સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે ઈન્ડસ્ટ્રીઝ સંચાલકોએ જીઈબીના એન્જીનિયરોને આવેદનપત્ર આપીને રોષ ઠાલવ્યો હતો. મોરબીના રાજપર રોડ પર એરપોર્ટ ફીડરમાં ધાંધિયા હોવાથી રીપેરીંગ કરવા બાબતે જીઈબીમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ ઉપરથી પૂરતો માલસામાન નથી આવતો હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે. સારી સુવિધા મળે તે માટે એક ઈન્ડસ્ટ્રીઝ 20 થી 25 લાખ રૂપિયાની ડિપોઝીટ જીઈબીમાં જમા કરતી હોય છે પરંતુ જો આ જ રીતે ટ્રીપિંગના ધાંધિયા રહે તો આ ડિપોઝિટ આપવાનો કોઈ મતલબ રહેતો નથી તેવું ઈન્ડસ્ટ્રીઝ સંચાલકો જણાવી રહ્યા છે જેને લઈને ઈન્ડસ્ટ્રીઝ સંચાલકો દ્વારા મોરબી જીઈબીના એન્જીનિયરોને આવેદનપત્ર આપીને રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ઈન્ડસ્ટ્રીઝ સંચાલકોને આ પ્રશ્નનો સામનો ક્યાં સુધી કરવો પડે છે તે જોવું રહ્યું !
મોરબીના રાજપર રોડ પર એરપોર્ટ ફીડરમાં ધાંધિયા
