ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હર હર મહાદેવના નાદ સાથે આવતીકાલથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો શરુ થવાનો છે જે અનુસંધાને મેયર ગીતાબેન પરમાર,ધારાસભ્ય સંજય કોરડીયા અને એસટી વિભાગીય નિયામક સહીત આગેવાનોની ઉપસ્થિતિમાં જૂનાગઢ બસસ્ટેન્ડ ખાતેથી શિવરાત્રીના મેળામાં યાત્રાળુઓની સવલતો સચવાય એ માટે ભવનાથ સુધી પહોંચવા માટેની એક્સટ્રા બસોની વ્યવસ્થા કરી છે તેને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અને મુસાફરોએ હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રી મેળામાં જવા પ્રસ્થાન કર્યું હતું જયારે હજુ મેળો આવતીકાલથી શરુ થવાનો છે પણ આજથી ટ્રાફિક જોવા મળ્યો હતો.
જૂનાગઢ એસટી ડેપો ખાતેથી ભવનાથ શિવરાત્રી મેળા માટે બસનો પ્રારંભ
