11ની હાલત ગંભીર, SDRF ટીમની બચાવ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉત્તરાખંડના અલ્મોડામાં આજે સવારે મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે અને 11 અન્ય લોકોની હાલત ગંભીર છે. બસ રામનગર તરફ જઈ રહી હતી ત્યારે ભીખિયાસૈન-વિનાયક રોડ પર ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો.
અકસ્માતમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશને કારણે, બચાવ અને રાહત કામગીરીમાં ઘણી મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઘાયલોને ખીણમાંથી બહાર કાઢવા અને નજીકની હોસ્પિટલમાં લઈ જવાના પ્રયાસો હાલમાં ચાલુ છે. અધિકારીઓ અકસ્માતની વિગતો અને ઘાયલોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ભીકિયાસૈન-વિનાયક-જલ્લી મોટરવે પર શિલાપની નજીક આ અકસ્માત થયો હતો. બસ ભીકિયાસૈનથી રામનગર જઈ રહી હતી અને દ્વારહાટથી નીકળી હતી. રસ્તામાં બસે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. બસમાં કુલ 15થી વધુ મુસાફરો સવાર હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ભીકિયાસેનની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત થયેલી બસ (ઞઊં 07ઙઅ4025) રામનગર સ્થિત કુમાઉ મોટર ઓનર્સ યુનિયન (ઊંખઘઞ) લિમિટેડની હતી. બસ સવારે 11 વાગ્યે દ્વારહાટ નોબારા પહોંચવાની હતી. આ દરમિયાન, શૈલાપાની નજીક ડ્રાઇવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.



