મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત
બે ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.16
મુંબઈમાં બસ અને ટ્રેક્ટર વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય 42 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના સોમવારે રાત્રે 12.30 કલાકે બની હતી.
પોલીસે જણાવ્યું કે, થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાંથી ચાર બસમાં મુસાફરી કરી રહેલા લોકો અષાઢી એકાદશી (ભગવાન વિઠ્ઠલની પૂજા)ની ઉજવણી માટે પંઢરપુર જવા નીકળ્યા હતા. જ્યારે બસો મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર પહોંચી ત્યારે 54 લોકોને લઈ જતી એક બસ ટ્રેક્ટર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણકારી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને ખાડામાંથી બહાર કાઢ્યા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. ઘાયલોને પનવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, કલ્યાણ ડોમ્બિવલીથી ચાર પેસેન્જર બસ અષાઢી એકાદશીની ઉજવણી માટે પંઢરપુર જઈ રહી હતી. દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે એક બસ ટ્રક સાથે અથડાતા રોડની બાજુના ખાડામાં ખાબકી હતી. પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બહાર કાઢ્યા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ પછી બસને બે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી બસની શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ ઘાયલ કે મૃત મળ્યું ન હતું. અકસ્માતને કારણે મુંબઈ-પુણે હાઈવે પર લગભગ 2 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.