ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં નશાબંધી સપ્તાહ અંતર્ગત જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાં નશાબંધી અંગે નશાબંધી પ્રસાર-પ્રચાર કાર્યક્રમો કરાયા હતા. નશાબંધી સપ્તાહની પુર્ણાહુતિ અંતર્ગત માધવપુર ઓશો આશ્રમ ખાતે દારૂના દૈત્ય દહન કરાયું હતું. જેમાં શ્રમજીવી સમેલનનું આયોજન થયું હતું. નશાબંધી વિષયક પ્રચાર પ્રદર્શન, નશાબંધી સાહિત્ય વિતરણ અને વ્યશનમુક્તિના શપત જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. નશાબંધી અને આબકારી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલએ લોકોમાં વ્યશનથી થતા આર્થીક તેમજ શારીરીક રીતે થતું નુકસાન વિશે હિસાબો કરી ઉડાંણપુર્વક વિસ્તૃત સમજણ આપી હતી અને દારુ જેવા દુષણો હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા તો ટોલ ફી નંબર 14405 ઉપર જાણ કરી સહયોગ આપવા જણાવ્યું હતું.