– તમામ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી
શેરબજારમાં દિવાળી વખતથી શરૂ થયેલો તેજીનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ આજે ફરી 1000 પોઈન્ટની જબરદસ્ત તેજી થઈ હતી. સેન્સેકસ તથા બેંક નિફટી અત્યાર સુધીની નવી ઉંચાઈએ પહોંચી ગયા હતા.
- Advertisement -
શેરબજારમાં આજે માનસ તેજીનુ બન્યુ હતું. અમેરિકામાં મોંઘવારીમાં ધારણાથી પણ વધુ રાહત મળ્યાનો સાનકુળ પડઘો પડયો હતો અને તેની અસરે વિશ્વભરના શેરબજારો તેજીમાં આવી ગયા હતા. મોંઘવારી વિશ્વસ્તરે આર્થિક મંદી નોતરશે તેવી કેટલાંક વખતથી શરૂ થયેલી ચિંતા તથા વ્યાજદર વધારાનો સિલસિલો પણ અટકવાની આશા વ્યક્ત થવા લાગી હતી.
વિદેશી નાણાં સંસ્થાઓની ધૂમ ખરીદી ટેકારૂપ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કેટલાક હેજ ફંડોની શોર્ટ પોઝીશન હતી. માનસ બદલાતા મોટાપાયે વેચાણ કાપણીથી તેજી ઝડપી બની હતી.
શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલીની અસરે મોટાભાગના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. એશિયન પોઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટીસીએસ, ટાઈટન, વીપ્રો, એપોલો હોસ્પીટલ, ઝોમેટો વગેરે ઉંચકાયા હતા. આઈશર મોટર્સ, હીરો મોટો, મહિન્દ્ર નબળા હતા.
- Advertisement -
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 61685ની નવી રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યો હતો જે 1000 પોઈન્ટના ઉછાળાથી 61614 સાંપડયો હતો. નિફટી 277 પોઈન્ટ વધીને 18306 હતો તે ઉંચામાં 18332 તથા નીચામાં 18259 હતો. કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં 99 પૈસાનો તોતીંગ ઉછાળો હતો અને 80.82 સાંપડયો હતો. કરન્સીમાં મોટી-અસામાન્ય મુવમેન્ટથી આયાત-નિકાસકારોમાં દોડધામ હતી.