જાપાનની બુલેટ ટ્રેન મેળવવામાં વિલંબ : ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરવાનો વ્યુહ
વચગાળાની વ્યવસ્થારૂપે 280 કીમીની ડીઝાઈન સ્પીડ ધરાવતી વંદેભારત દોડાવવા વિચારણા : સિગ્નલ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા
- Advertisement -
અમદાવાદ – મુંબઈના સંપૂર્ણ કોરીડોર પર બુલેટ ટ્રેન પ્રોજેકટ સાકાર થવામાં વર્ષ 2033 થવાનો નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
અમદાવાદ – મુંબઈ વચ્ચેનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટ 2030 સુધી સાકાર થાય તેવી શકયતા ઓછી છે તેવા સમયે રેલવે મંત્રાલય દ્વારા આ રૂટ પર ભારતની સૌથી આધુનિક વંદે ભારત ટ્રેન દોડાવવાની વિચારણા શરૂ કરી છે.
- Advertisement -
જાપાનની શિંકાન્સેન બૂલેટ ટ્રેન મેળવવામાં અસામાન્ય ઢીલને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન ટ્રેક રૂટ પર વંદેભારત માટેની સિગ્નલ સીસ્ટમ ખરીદવાના ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. રેલવે મંત્રાલયે અગાઉ એવુ જાહેર કર્યું હતું કે, જાપાનની શિંકાન્સેન બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 થી સુરત-બીલીમોરા વચ્ચે દોડવા લાગશે. પરંતુ તે મેળવવાના કરાર શકય બન્યા નથી એટલે બુલેટ ટ્રેન 2030 સુધી સાકાર થાય તેવી શકયતા નથી. બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહુર્ત 2017 માં થયુ હતું. અમદાવાદ-મુંબઈના સમગ્ર કોરીડોર રૂટ પર જેનું સંચાલન 2033 સુધી શકય નથી તેમ સુત્રોએ કહ્યું છે.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ગત સપ્તાહમા વંદે ભારત ટ્રેન માટેની સિગ્નલ સીસ્ટમ માટેના સિસ્ટમ સ્વદેશી જ છે ટેન્ડરની વિગતો પ્રમાણે પ્રોજેકટ મેળવનાર કંપનીએ સિગ્નલની ડીઝાઈન, ઉત્પાદન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, તથા જાળવણી કરવાની રહેશે. આ યુરોપીયન ટ્રેન ક્ધટ્રોલ સીસ્ટમ છે જે જાપાનની શિંકાન્સેન ટ્રેન કરતા અલગ છે. ટેન્ડરમાં સાત વર્ષના કોન્ટ્રાકટની શરત રાખવામાં આવી છે.સુત્રોના કહેવા પ્રમાણે બુલેટ ટ્રેન કોરીડોર ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ શરૂ કરવાની તૈયાર માની શકાય છે. 2027 થી આ કોરીડોર પર વંદેભારત ટ્રેન શરૂ થઈ શકે છે. જાપાની ટ્રેનનાં વાંકે અત્યંત ખર્ચાળ પ્રોજેકટ કોરીડોર ઉપયોગ વિનાનો રહે તે પોસાય ન શકે.
બુલેટ ટ્રેન રૂટ પર વંદે ભારતનું સંચાલન ચાલુ હોય ત્યારે પણ જાપાની ટ્રેનની સિગ્નલ સીસ્ટમ ઈન્સ્ટોલ થઈ શકશે. ભારતીય આબોહવાને અનુરૂપ જાપાની ટ્રેન વિકસાવવામાં આવ્યા બાદ સંપાદન માટેના કરાર થશે. રેલવે મંત્રાલયે ઘડેલા પ્લાન પ્રમાણે જાપાનની શિંકાન્સેન બુલેટ ટ્રેન શરૂ થયા બાદ વંદેભારતને અન્ય રૂટ પર ખસેડી દેવામાં આવશે. સુત્રોના દાવા પ્રમાણે 2030 સુધીમાં શ્રેષ્ઠ બુલેટ ટ્રેન મળી જવાનો વિશ્વાસ છે. બુલેટ ટ્રેન મળતા સુધી વંદેભારત દોડાવવાની વ્યવસ્થા વચગાળાની રહેશે.