બે ઓરડી, તબેલો, અને ઓફિસ તોડી 1150 ચો.મી. જમીન ખુલ્લી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજય સરકાર દ્રારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસે દારૂ અને મારામારી સહિતના 10 ગુનામાં ઝડપાયેલા આરોપીના ગેરકાયદેસર દબાણો પબર બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસે બે ઓરડી, ઓફિસ, તબેલો મળી કુલ 1150 ચો.મી.જગ્યા ખુલ્લી કરાવી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથક હસ્તકના ગુનેગારો પર ધોંસ બોલાવવામાં આવી હતી. ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ અને પીઆઈ વી.આર.વસાવા અને ટીમે તપાસ કરી દારૂ અને મારામારી સહિતના 10 ગુનામાં ઝડપાયેલા સલીમ કાસમભાઈ માણેક રહે. પોપટપરા શેરી નં 15/16 રાજકોટ વાળાએ રેલનગરમાં સરકારી જગ્યામાં ખડકી દીધેલ બે ઓરડી, તબેલો, અને ઓફિસ સહિતના તમામ બાંધકામો પર બુલડોઝર ફેરવી દઈ નાશ કરી પોલીસે 1150 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.