ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વાગુદડના મહંતના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યું છે.યોગી ધર્મનાથે ૠજઝ કમિશનરની કારમાં પણ તોડફોડ કરી હોવાની વાત સામે આવી હતી ત્યારે મહંતે આશરે રૂપિયા 3 કરોડની જમીન પચાવી પાડી હોવાની વાત સામે આવી છે ત્યારે કલેકટરે આ બાબતે નોટિસ પણ આપી હતી જેને લઈ આજે સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે.
કલેક્ટરના આદેશ બાદ આશ્રમમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજિત 3 કરોડની જમીન ખાલી કરવામાં આવી છે મામલતદાર અને પોલીસના કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,આશ્રમમાં તપાસ કરતા ગાંજાના છોડ મળ્યા હતા જેને લઈ વિવાદ વધ્યો હતો સાથે સાથે જીએસટી કમિશનરની કારમાં પણ તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,આ મંહત અનેક વાર વિવાદમાં આવી ચૂકયા છે તેવું સૂત્રો કહી રહ્યાં છે.
- Advertisement -
કલેકટર દ્વારા ત્રણ નોટિસના અંતે આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.મહંત અનેક વાર વિવાદમાં આવી ચૂકયા છે.મહંતે પહેલા એક ઓરડો બનાવી દીધો અને ત્યારબાદ તેની આસપાસ ફેન્સિગની વાડ કરી દેવામા આવી હતી જેને લઈ વિવાદ વધ્યો હતો,સાથે સાથે સરકારી ખરાબાની જમીનમાં આ મહંતે દબાણ કર્યુ હતુ જેને લઈ કલેકટરને વાત ધ્યાને આવતા તેમણે નોટિસ મોકલી હતી,ત્રણ નોટિસ મોકલી તેમ છત્તા મકાન ખાલી કર્યુ ન હતુ જેને લઈ બુલડોઝર ફેરવી દીધું છે.
સમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે મહંતે આશ્રમમાં ગાંજાનું વાવેતર કર્યુ હતુ અને તેને લઈ એસઓજી દ્રારા રેડ પણ કરવામાં આવી હતી,આ મહંત અનેક વાર વિવાદમાં આવી ચૂકયા છે,મામલતદાર દ્રારા પણ નોટિસ આપી પણ મહંત ટસના મસ ના થયા જેને લઈ આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.ત્યારે તંત્રની આ કામગીરીથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે અને બીજી તરફ મહંતમાં તેમજ તેમના સાધકોમાં રોષની લાગણી જોવા મળી છે.સરકારી જમીનનો કબજો કરવો એ ગુનો બને છે.



