ગાંધીનગર SMCના યાદીમાં રવિરાજ પટગીરનું નામ સામેલ હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજ્યમાં ડીજીપી દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીના આદેશ બાદ હવે રાજ્યભરમાં પોલીસ એક્શન મોડ પર આવી હતી જેમાં પોતપોતાના વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સોની યાદી તૈયાર કરી દાખલારૂપી કામગીરી કરવા પોલીસે સૌ પ્રથમ તમામ ઇસમોના ઘરે ચેકીંગ હાથ ધરી ગેરકાયદે વીજ કનેક્શનો કાપ્યા હતા જ્યારે આ પ્રકારની યાદી ગાંધીનગર એસ.એમ.સી દ્વારા પણ બનાવવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્ય બૂટલેગરો અને જુગારીઓને જાહેર કર્યા હતા આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કેમિકલ ચોરીમાં કુખ્યાત ગણાતા રવિરાજ પટગીરનું નામ એસ.એમ.સીની યાદીમાં હોવાની સાથે ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો પણ યાદીમાં ઉલ્લેખ હતો જેને લઇ લીંબડી ડી.વાય.એસ.પી વિશાલ રબારી સહિતની ટીમ દ્વારા ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ કરેલ ઢાબાનુ ડિમ્પલેશન હાથ ધર્યું હતું. ગેરકાયદેસર જમીન પર ઉભી કરાયેલ આ ઢાબા માફકની હોટલને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી હતી.



