પોલીસ પર હુમલા કરનારાના ગેરકાયદે બાંધકામ તોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (અખઈ) સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મહોમદ સરવર ઉર્ફે અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથધરી છે, આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.
- Advertisement -
બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી કરાઈ રહી છે. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસરૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરોપી મહોમદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો જેમાં રખિયાલમાં નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે, આરોપી મહોમદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, બાપુનગર વિસ્તારમાં બુધવારે (18મી ડિસેમ્બર) રાત્રે પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી.



