અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0
5 કલાકમાં જ 45% કામગીરી, વહેલી સવારથી જ 25 જછઙ કંપની સાથે 3000 પોલીસ કર્મીઓ ખડેપગે
- Advertisement -
બે દિવસમાં જ ડિમોલિશન પૂર્ણ કરાશે: કાટમાળ હટાવી દીવાલ બનાવાશે, 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે
8000 જેટલાં કાચા-પાકા બાંધકામ દૂર કરાશે 2.5 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાશે 50 JCB અને હિટાચી મશીનનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દિવાલ બનાવાશે તથા 2 દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયા જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે. છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન ઊઠજ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.



