પ્રમુખ પરેશ ગજેરાના અધ્યક્ષપદે પાટીલની ઉપસ્થિતિમાં છઇઅની એન્યુઅલ જનરલ મિટિંગ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
શહેરની રિજન્સી લગુન રિસોર્ટ ખાતે ગઈકાલે સાંજે ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ હતી. જેમાં એ.જી.એમ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના 40 શહેરોના બિલ્ડર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 40 શહેરોના 12 હજારથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા ચેપ્ટરના હોસ્ટ બનવાનું સૌભાગ્ય રાજકોટ ચેપ્ટરને મળ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટે. ચેરમેન જયમીન ઉપાધ્યાય, ટી.પી.ઓ. સંત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગની શરૂઆતમાં રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોનમાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ક્રેડાઈ ગુજરાતની મીટીગમાં ગાંધીનગર, સેલવાસ, જલગાંવ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના 40થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા. મિટિંગની શરૂઆતમાં રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોનમાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ક્રેડાઈ ગુજરાતની મીટીગમાં ગાંધીનગર, સેલવાસ, જલગાંવ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના 40થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા. સાંજે 5-30થી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમનો પ્રારંભ થયો હતો. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલનું ભવ્ય સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ક્રેડાઈ ગુજરાતની મીટીંગ મળી હતી.
રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ બોર્ડ મીટીંગમાં જરૂરી ચર્ચા વિચારણા થઈ હતી. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કઈ કઈ રજૂઆતો કરવાની છે તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પ્રસંગે ઉદ્બોધન કરતાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે રાજકોટ બિલ્ડર એસોસિએશનમાં ચેરમેનપદે અમિતભાઈ ત્રાંબડીયાની નિયુક્તિ તેમજ યુથ વિંગ પ્રમુખ તરીકે ઋષિત ગોવાણીની નિમણુક રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ ટ્રેઝરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહેલા યુવા બિલ્ડર અમિત ત્રાંબડીયાની રાજકોટ – બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે જોઇન્ટ સેક્રેટરીપદે સંદીપભાઈ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી. રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ ક્ધવીનર તરીકે કાર્યરત રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ)નો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અંગેની ઙઙઊજ જરૂરી કાર્યવાહી તેમજ સત્તાવાર જાહેરાત એજીએમમાં કરવામાં આવી હતી. આરબીએના બોર્ડમાં ચેરમેનથી લઈ યુથ ક્ધવીનરના વિવિધ પદો પર નિયુક્તિ આર.બી.એ.ના ઇન્વાઇટી બોર્ડ મેમ્બર ઋષીત ગોવાણી, આદિત્ય લાખાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તલાવિયા, દિવ્ય પટેલ, ચિરાગ લાખાણી, કિશન કોટેચાની નિમણુક કરવામાં આવી હતી. જ્યારે યુથ ક્ધવીનર પદે નીરજ ભિમજિયાણી, પ્રિતેશ પીપળીયા, સમીર હાસાલિયા, ભરત સોનવાણી, દીશીત પોબરું, ધવલ હુંબલની નિમણુક કરવામાં આવી હતી. તદઉપરાંત રણધીરસિંહ જાડેજા, ચેતન રોકડ અને હાર્દિક શેઠની બોર્ડ મેમ્બર પદે નિયુક્તિ કરવામાં આવી હતી.
ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં હાજરી આપવા માટે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, ગાંધીનગર, સેલવાસ, વલસાડ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના 40થી વધુ શહેરોના બિલ્ડર્સએ હાજરી આપી હતી. જેમાં જસમતભાઈ વિડીયા (સુરત), પ્રવીણભાઈ પીંડોરીયા (કચ્છ), અમદાવાદથી પાર્થભાઈ પટેલ, ચીન્મયભાઈ, સુરતથી સંજયભાઈ માંગુકીયા, જીજ્ઞેશભાઈ, સુરેશભાઈ, તુષારભાઈ, દિપકભાઈ પટેલ, કિંજલભાઈ પટેલ, મહેસાણાથી હરેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, સંદીપભાઈ શેઠ, હિતેષભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, જાગુલભાઈ પટેલ, આશા પટેલ, ગાંધીનગરથી કિરણભાઈ, રૂષીકેશભાઈ, સંદીપભાઈ, દર્શનભાઈ દવે તથા અમીતભાઈ (સેલવાસ), અશોકભાઈ માંગે (વલસાડ), બનાસકાંઠાથી શૈલેષભાઈ જોષી, મહેન્દ્રભાઈ, દિપકભાઈ મેવાડા, મનુભાઈ, ભાવનગરથી ઈન્દ્રદેવસિંહ, રોહીતભાઈ મકદાણી, આરીફભાઈ કાલવા, વશરામભાઈ, સાબરકાંઠાથી જીજ્ઞેશભાઈ પટેલ, અલ્પનભાઈ પટેલ, નિલેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પટેલ, દિલીપ પટેલ, હિતેષભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વડોદરાથી ધીરજભાઈ ગજેરા, હર્ષ ગજેરા, રોનકભાઈ પટેલ સહિતના બિલ્ડર્સ અને ડેવલપર્સએ ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ક્રેડાઈ ગુજરાત સ્ટાફના અલ્કેશભાઈ ચોકસી અને કમલભાઈ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ નાગરિકોને રહેવા માટે સારું અને સસ્તું ઘરનું ઘર પૂરું પડવાની વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. જેમાં બિલ્ડરો વિવિધ રીતે ખૂબ સહકાર આપી રહ્યા છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકર કરવા પ્રયાસરત છે ત્યારે રાજ્ય સરકાર વતી બિલ્ડરોને કોઈપણ મદદ કરવાની ખાતરી આપું છું.
પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, બાંધકામ વ્યવસાયને નવો આયામ મળ્યો એ સાથે જ આ વ્યવસાયમાં અનેક પડકારો પણ છે. એ પડકારોને પહોંચી વળવા પરેશભાઈએ મને રજૂઆત કરી હતી જેનું મે સંજ્ઞાન લીધું છે અને રાજ્ય સરકાર સાથે મળીને એ પડકારોને ઉકેલવાની ખાતરી આપી છે. સી. આર. પાટીલે ગુજરાતભરમાંથી ઉપસ્થિત ક્રેડાઈના હોદ્દેદારો, સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, લોકોનું ઘર વસાવવાનું કામ આ એસોસિએશન કરી રહ્યું છે.
સાથોસાથ દરેક બિલ્ડર કમ સે કમ 500થી વધુ પરિવારોને રોજીરોટી કમાવવાનું માધ્યમ બની રહ્યું છે. ક્ધટ્રકશન વ્યવસાયમાં અનેક પ્રકારના જોખમો સામે ઝઝુમીને પણ વિવિધ પ્રકારના કારીગરો, કડિયા, શ્રમિકો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, વિવિધ પ્રકારની સાધન સામગ્રી ઉદ્યોગને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રના ઉદ્યમીઓ શહેર, પ્રદેશ, રાજ્ય અને દેશને આગળ લઈ જવામાં જે રીતે ભૂમિકા ભજવી રહ્યા છે એ માટે આપ સહુ અભિનંદનને પાત્ર છો તેમ પાટીલે પોતાના વ્યકિતમાં જણાવીને ઉમેર્યું હતું કે આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો, શ્રમિકો માટે રાજ્ય સરકારે માત્ર 5 રૂપિયામાં ટિફિન વ્યવસ્થા કરી છે. વધુમાં પાટીલે જળ સંચય યોજના વિશે ઉલ્લેખ કરીને વર્તમાન જળ સમસ્યાની વિશેષ છણાવટ કરી હતી. સુરતમાં રેઇન હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરી બોર રિચાર્જની જરૂરિયાત પર તેઓએ ભાર મૂક્યો હતો અને હાલમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન ગીરગંગા ટ્રસ્ટ સાથે મળી તળાવો અને ચેકડેમો બનાવી ખૂબ સારું કામ કરી રહ્યાની વાત કરી હતી.
રાજકોટના બિલ્ડરોને અપીલ કરી હતી કે તેઓ વધુમાં વધુ ગામડાઓ દત્તક લઈ તેનો સંપૂર્ણ વિકાસ કરે તેમજ વધુ ને વધુ તળાવો અને ચેકડેમો બનાવી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેઓ આ દિશામાં પરિણામલક્ષી પ્રયત્ન કરે તો રાજકોટની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન તો થશે જ સાથોસાથ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે અને ભવિષ્યમાં બાંધકામ ક્ષેત્રે પણ પાણીની સમસ્યા નહીં સર્જાય. પાટીલની આ પહેલને આવકારતા આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ પૂરી ટીમ વતી જણાવ્યું હતું કે રાજકોટ, ગુજરાત ક્રેડાઈ આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપીએ છીએ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનએ વાતને સંપૂર્ણ રીતે વધાવી લીધી હતી.