જેલનો આનંદ જ બરાબર: આમ્રપાલી જુથના વડાની જામીન અરજી ફગાવી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
ઘર-મિલ્કત ખરીદનાર ગ્રાહકો સાથે છેતરપીંડી કરનાર બિલ્ડર સહાનુભૂતિ કે દયાને પાત્ર ન હોવાની આકરી ટકોર કરીને સર્વોચ્ચ અદાલતે આમ્રપાલી બિલ્ડર જૂથના પુર્વ ચેરમેન અનિલકુમાર શર્માની જામીન અરજી ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ અજય રસ્તોગી તથા જસ્ટીસ બેલા ત્રિવેદીની બેંચે શર્માની જામીન અરજી પર સામાપક્ષને નોટીસ આપવાનું નકાર્યુ હતું. તેઓ છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે. અદાલતે સુનાવણી દરમ્યાન કહ્યું કે ‘તમે હજારો પર ખરીદનારાઓને છેતર્યા છે. તેઓની મહેનતની કમાણી તફડાવી લીધી છે એટલે સહાનુભૂતિના હકકદાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રીયલ એસ્ટેટ કંપનીના વડા તથા ડાયરેકટરની ધરપકડ કોર્ટના આદેશથી થઈ હતી. ફોરેન્સીક ઓડીટ રિપોર્ટમાં બિલ્ડરે ગ્રાહકોના નાણાની મોટાપાયે હેરાફેરી થયાનો ખુલાસો થયો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ કોઈ સામાન્ય છેતરપીંડી નથી ઘર ખરીદનારા હજારો ગ્રાહકોની દુર્દશા થઈ છે એટલે અદાલત સહાનુભૂતિ ન રાખી શકે. અગાઉ આરોગ્યના કારણોસર વચગાળાના જામીન આપ્યા જ હતા.
- Advertisement -
હવે જેલમાં રહેવાનો આનંદ ઉઠાવો. તમે જે કારસ્તાન કર્યુ છે તેનાથી અદાલત વાકેફ છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ મળી શકતો નથી.