– બીજા તબકકાની બેઠક સેન્ટ્રલ વિસ્ટામાં તૈયાર થયેલા નવા સંસદ ભવનમાં મળે તેવી સંભાવના
સંસદનું બજેટ સત્ર તા.31 જાન્યુઆરીએ શરૂ થશે તેવા સંકેત છે અને તા.1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું બજેટ સત્ર રજૂ કરશે. સરકાર આ સપ્તાહમાં વિપક્ષ સાથે બેઠક યોજીને બજેટ સત્ર અંગે તારીખો નિશ્ચિત કરશે.
- Advertisement -
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંસદનું બજેટ સત્ર તેની પરંપરા મુજબ બે તબકકામાં મળશે જેમાં પ્રથમ તબકકો 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે તા.31 જાન્યુઆરીના રોજ સંબોધન કરશે જયારે બીજા તબકકો 6 માર્ચથી શરૂ થશે.
સંભવત સંસદના બજેટ સત્રના બીજા તબકકાની બેઠક નવા સંસદ ભવનમાં મળશે. સેન્ટ્રલ વિસ્ટા ખાતે તૈયાર થઈ રહેલા નવા સંસદભવનનું કામકાજ લગભગ પુરૂ થઈ ગયું છે અને હવે આંતરિક સજાવટ સહિતની કામગીરી ચાલુ છે.
જો શકય હશે તો બીજા તબકકાથી સંસદ નવા ભવનમાં બેસશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે તેથી 2023નું બજેટ એ આ ટર્મનું આખરી પૂર્ણ બજેટ બની રહેશે.
- Advertisement -