સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે શરૂ થશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે
સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે : સત્રમાં કુલ 27 બેઠકોનો પ્રસ્તાવ છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ‘ડ’ પરની એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 31 જાન્યુઆરી, 2025 થી 4 એપ્રિલ, 2025 દરમિયાન બજેટ સત્ર, 2025 માટે સંસદના બંને ગળહો બોલાવવા માટે મંજૂરી આપી પરંપરા મુજબ, સત્ર 31 જાન્યુઆરીએ સંસદના બંને ગળહોની સંયુક્ત બેઠક સાથે શરૂ થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે. આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ પછી, 1 ફેબ્રુઆરીએ, નિર્મલા સીતારમણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ અને નાણામંત્રી તરીકે સતત આઠમું બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2025પ્ર26 1 ફેબ્રુઆરી 2025 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. 13 ફેબ્રુઆરીના રોજ બંને ગળહોની કાર્યવાહી લાંબા સમય સુધી સ્થગિત રહેશે. સંસદની કાર્યવાહી 10 માર્ચે ફરી શરૂ થશે જેમાં વિવિધ મંત્રાલયો/વિભાગોની ગ્રાન્ટ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને બજેટ પસાર કરવામાં આવશે. સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલુ રહેવાની શકયતા છે. બજેટ સત્રમાં કુલ 27 બેઠકોનો પ્રસ્તાવ છે. રિજિજુએ જણાવ્યું હતું કે બંને ગળહો 13 ફેબ્રુઆરીએ વિરામ માટે મુલતવી રાખી શકે છે અને 10 માર્ચે વિવિધ મંત્રાલયો અને વિભાગોની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા કરવા માટે ફરી મળી શકે છે.
બજેટમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ: રૂ.10 લાખ સુધીની આવક કરમુક્ત થવાની અપેક્ષા; 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
1. સસ્તું-મોંઘું: પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે
એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યૂટી વસૂલવામાં આવે છે.ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યૂટી ઘટાડી શકાય છે. હાલમાં તેના પર 20% ડ્યૂટી વસૂલવામાં આવે છે. આના કારણે મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારી શકાય છે. હાલમાં તેના પર 6% ડ્યૂટી વસૂલવામાં આવે છે. આ કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.
2. ઇન્કમટેક્સ: 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે
નવા નિયમ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી શકાય છે.15 લાખથી 20 લાખ રૂપિયાની આવક માટે 25%નો નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં તેમાં 6 ટેક્સ બ્રેકેટ છે. 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ છે.નવા નિયમ હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
3. યોજનાઓ: પીએમ કિસાન સન્માન નિધિ 6 હજારથી વધીને 12 હજાર થઈ શકે છે
પીએમ કિસાન સન્માન નિધિ 6 હજાર રૂપિયાથી વધારીને 12 હજાર રૂપિયા કરી શકાય છે. આ યોજના હેઠળ 9.4 કરોડથી વધુ ખેડૂતોને ત્રણ હપ્તામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધી શકે છે. હાલમાં આર્થિક રીતે નબળા અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ 36 કરોડથી વધુ કાર્ડ બનાવવામાં આવ્યાં છે.અટલ પેન્શન યોજના (અઙઢ)ની પેન્શન રકમ બમણી એટલે કે 10,000 રૂપિયા કરી શકાય છે. હાલમાં માસિક પેન્શન 1,000થી 5,000 રૂપિયા છે. અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ તેમાં નોંધણી કરાવી છે.
4. નોકરી: સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત થઈ શકે છે
’સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ’ લાવી શકાય છે. આમાં રોજગાર ઉત્પન્ન કરતી વિવિધ મંત્રાલયોની યોજનાઓને એક છત્ર હેઠળ લાવવામાં આવશે.ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશિપ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે. આ ઇન્ટર્નશિપ ફક્ત સ્નાતક યુવાનો માટે જ હશે.વિદેશમાં નોકરી મેળવવામાં મદદ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ગતિશીલતા સત્તામંડળ બનાવી શકાય છે. કૌશલ્ય વધારવા અને રોજગાર પેદા કરવા માટે સ્ટાર્ટ-અપ્સને ટેકો આપી શકાય છે.
5. આરોગ્ય: મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો ઉમેરવાનો રોડમેપ
આરોગ્ય ક્ષેત્રના બજેટમાં લગભગ 10% વધારો કરી શકાય છે. ગયા વર્ષે આરોગ્ય માટે 90,958 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.ખછઈં જેવા તબીબી ઉપકરણો પરની આયાત ડ્યૂટી ઘટાડી શકાય છે. હાલમાં તેના પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી 7.5%થી 10%ની વચ્ચે છે.સરકારે આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનો રોડમેપ બજેટમાં રજૂ કરી શકાય છે.
6. ઘર: સસ્તા ઘર ખરીદવા માટેની કિંમત મર્યાદા વધી શકે છે
મહાનગરનાં શહેરો માટે પરવડે તેવાં મકાનોની કિંમત મર્યાદા 45 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. અન્ય શહેરો માટે મર્યાદા 50 લાખ રૂપિયા હોઈ શકે છે.હોમ લોનના વ્યાજ પર કરમુક્તિ વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે. અત્યારે તે 2 લાખ રૂપિયા છે.