નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કરી રહી છે. આ બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે ભંડાર ખુલી ગયા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. રોજગાર-કૌશલ વિકાસ માટે 2 લાખ કરોડની 5 યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટને સંસદમાં રજૂ કરી રહી છે. બજેટ પર આખા દેશની નજર ટકેલી છે. દરેક વર્ગની પોતાની અપેક્ષાઓ છે. પોતાના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ સતત શાનદાર બની રહી છે. ભારતનાં ફુગાવાની સ્થિતિ સ્થિર છે, જે 4%નાં લક્ષ્ય તરફ છે.”
- Advertisement -
ત્યારે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ 5,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે, જેમાં દર મહિને રૂ. 5000ના ઇન્ટર્નશિપ ભથ્થા અને રૂ. 6000ની એક વખતની સહાયતા હશે.”
સાથે કેન્દ્ર આસામમાં પૂર નિયંત્રણ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે, બિહારમાં કોસી માટે પણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સરકાર ઉર્જા સુરક્ષા અને પરિવર્તન માટે નીતિ દસ્તાવેજ લઈને આવશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. આ માટે 1.8 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
નાણામંત્રીએ કહ્યું કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્ત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે ફરી ચૂંટાયા છે.