નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગનાર ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જશે. આ વખતે બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું? જુઓ યાદી…
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે
- Advertisement -
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે.
શું સસ્તું થયું | શું મોંઘું થયું - Advertisement - | |
મોબાઇલ ચાર્જર | પીવીસી ફ્લેક્ષ બેનર | |
મોબાઇલ ફોન | ટેલિકોમ ઉપકરણો | |
સોના ચાંદીના ઘરેણા | પ્લાસ્ટિકની વસ્તુઓ | |
સોલાર સેટ્સ |
| |
તાંબામાંથી બનેલો સામાન | ||
કેન્સરની ત્રણ દવાઓ | ||
લિથિયમ બેટરી સસ્તી | ||
પ્લેટિનિયમમાંથી બનેલો સામાન | ||
ચામડાંમાંથી બનેલી પ્રોડક્ટ | ||
ઇલેક્ટ્રિક વ્હીકલ | ||
ઇમ્પોર્ટેડ જ્વેલરી | ||
વિજળીના તાર | ||
એક્સરે મશીન | ||
સ્ટીલ અને કોપર પર કસ્ટમ ડ્યૂટી ઘટી |