– વડાપ્રધાન મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંનેએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાં અન્ય કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પાછા આવતા વડાપ્રધાન મોદી લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને જશે. જ્યાં યુપીના મંત્રીઓ સાથે તેમની મીટિંગ છે.
- Advertisement -
PM Narendra Modi visits Mahamayadevi Temple in Lumbini, Nepal on #BuddhaPurnima
(Source: DD) pic.twitter.com/Azhyw80Zw1
— ANI (@ANI) May 16, 2022
- Advertisement -
આ પ્રવાસ માટે વડાપ્રધાન મોદી પહેલા દિલ્હીથી કુશીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ M-17 હેલીકોપ્ટરથી નેપાળ જવા રવાના થયા હતા. સાંજે પાછા આવતા તેઓ ફરી કુશીનગર લેંડ કરશે અને ત્યાંથી લખનઉ જશે.
Lumbini, Nepal | PM Modi along with Nepal PM Sher Bahadur Deuba lays foundation stone for the construction of a centre for Buddhist culture & heritage, in a plot belonging to the International Buddhist Confederation (IBC), Delhi within the Lumbini Monastic Zone pic.twitter.com/BORvjJdcMk
— ANI (@ANI) May 16, 2022
વડાપ્રધાન મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી
માયા દેવી મંદિરમા પીએમ મોદીએ પુષ્કર્મી તળાવની પરિક્રમા કરી હતી, તેની સાથે સાથે પવિત્ર બોધી વૃક્ષની પણ પૂજા કરી હતી.
#WATCH | Post foundation laying of Centre for Buddhist culture & heritage belonging to International Buddhist Confederation, PM Modi along with Nepal PM Sher Bahadur Deuba participates in slogan chanting in Lumbini, Nepal pic.twitter.com/x1WcwIRLYa
— ANI (@ANI) May 16, 2022
માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ લુમ્બિનીમાં માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેપાળના શાનદાર લોકોની વચ્ચે આવીને અત્યંત ખુશ છું. ત્યાર બાદ વડાપ્રધાન મોદી દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. તેમાં વિજળી પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટી સામેલ છે.
Nepal | PM Narendra Modi and Nepal PM Sher Bahadur Deuba hold bilateral talks at Lumbini pic.twitter.com/ZJkadyDplZ
— ANI (@ANI) May 16, 2022