સીલ માર્યા છતાં શાળા ચાલું હોય કાર્યવાહી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી મૌલિક સ્કુલને બીયુ સર્ટિફિકેટના મુદ્દે ફરી સીલ મારી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ફરી બીયુની કામગીરી શરૂ કરવામાં આવતા બીયુ સર્ટિ ન ધરાવતા બિલ્ડીંગોનો વપરાશ કરનારામાં દોડધામ મચી જવા પામી છે.આ અંગે મળતી વિગત જેની પોતાની પાસે બીયુ સર્ટિ છે કે નહિ તે અણ ઉકેલ કોયડો ધરાવતી મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા બીયુ સર્ટિનો ધોકો પછાડ્યો હતો. કોર્ટે બીયુ સર્ટિ મુદ્દે કડક વલણ અપનાવતા મહાનગરપાલિકાને બીયુ સર્ટિ મુદ્દે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ કાર્યવાહીમાં કોર્ટના આદેશ મુજબ બીયુ સર્ટિ ન ધરાવતા બાંધકામોને સીલ મારી દેવાયા હતા. ત્યારે આ મામલે ભારે બબાલ પણ થઇ હતી બાદમાં આ કામગીર પર બ્રેક લાગી ગયો હતો. અનેક હોસ્પિટલો, સ્કુલોને સીલ મારી દેવાયા હતા જેમાં મધુરમની મૌલિક સ્કૂલનો પણ સમાવેશ થયો હતો.જોકે, ફરી આ સ્કુલને બીયુ સર્ટિ મુદ્દે મનપાએ સીલ મારતા આ કામગીરી ચર્ચાની એરણે ચડી હતી. આ અંગે મનપાના જ એક અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, મૌલિક સ્કૂલને બીયુ સર્ટિ મામલે સીલ મારી દેવાયું હતું. જોકે, બાદમાં બોર્ડની પરીક્ષાને લઇ તેટલા સમય પુરતું જ સીલ ખોલાયું હતું. ત્યાર બાદ આ સ્કુલ ચાલુ હોવાની ફરિયાદ મળતા ફરી જઇ મૌલિક સ્કુલને સીલ મારી દેવાયું છે.