બસપા સાસંદ નાગરએ જણાવ્યું કે, માયાવતીને પીએમ ઉમેદવાર જાહેર કરી ઈન્ડિયા ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિજય મેળવી શકે છે
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે વિપક્ષીઓને ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. અત્યાર સુધી બસપાની એન્ટ્રી થઈ નથી. માયાવતીને આ માટે આમંત્રણ અપાયું હતું પરંતુ તે આમંત્રણ માયાવતીએ અત્યાર સુધી સ્વીકાર્યું નથી. આ બધાની વચ્ચે બિજનૌરના સાસંદ માલૂક નાગરએ ઈન્ડિયા ગઠબંધ સામે કેટલીક શર્તો રાખી છે. નાગરએ બુધવારે કહ્યું કે, જો માયાવતીને 2024માં લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ માટે ઉમેદાવર જાહેર કરે તો બહુજન સમાજ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાનો વિચાર કરે. સાથો સાથ કોંગ્રેસ પર આકારા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બસપા વિધાયકોને હરાવવા બદલ માફી પણ માગવી જોઈએ.
- Advertisement -
નાગરએ શું કહ્યું ?
નાગરએ કહ્યું કે, અગાઉ યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયએ જણાવ્યું હતું કે, બસપા વિપક્ષી દળોને ગઠબંધનમાં સમાવેશ કરવા બદલ ગંભીર વિચાર કરવો જોઈએ. રાયએ 22 ડિસેમ્બરે કહ્યું હતું કે, દેશમાં વર્તમાન રાજનીતિરક પરિદર્શ્ય અને દલિતોની સ્થિતિ જોતા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા પર ગંભીર વિચાર કરવો જોઈએ. નાગરે કહ્યું કે, માયાવતી સૌથી મોટા દલિત નેતા છે. તમામ રાજ્યમાં તેમના સમર્થકો પણ છે.
વોટ શેયરની વાત કરી
તેમણે કહ્યું કે, માયાવતીને પીએમ ઉમેદવાર જાહેર કરી ઈન્ડિયા ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિજય મેળવી શકે છે. જીતની ફોર્મુલા સ્પષ્ટ છે કે, 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં 41.3 ટકા વોટ મળ્યા છે. ઈન્ડિયા બ્લોકમાં બનાવનારી પાર્ટીને લગભગ 40 ટકો વોટ મળ્યા હતા. બીએસપીને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. આ ગઠબંધનમાં જો બસપા જોડાઈ જાય છે તો વોટ શેયર 50 ટકાની ઉપર પહોંચી જશે જે ભાજપને હરાવી શકશે.