ડ્રગ્સના 2 દાણચોરોની ધરપકડ, એક ઘાયલ
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પાકિસ્તાની દાણચોરો સાથે સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસ વચ્ચે ગોળીબાર થયો છે. બીએસએફને 2 દાણચોરોને પકડવામાં પણ સફળતા મળી છે. ગોળી વાગવાથી એકની હાલત ગંભીર છે. સાથે જ આ ઓપરેશનમાં ઇજઋએ 29.26 કિલો હેરોઈન પણ જપ્ત કર્યું છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળ્યા બાદ, ઇજઋ અને પંજાબ પોલીસ (ઈઈં ફિરોઝપુર) દ્વારા ગટ્ટી માતર ગામ પાસે સતલજ નદીના કિનારે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 2:45 વાગ્યે, ઇજઋએ પાકિસ્તાનથી ભારત તરફ આવતા કેટલાક પાક દાણચોરોની હિલચાલ જોઈ.
કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોએ શરૂઆતમાં તેમને એલર્ટ કર્યા હતા, પરંતુ તેમના જવાબથી ખતરો અનુભવતા બીએસએફ જવાનોએ તસ્કરો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
તસ્કરો તરફથી પણ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક તસ્કરને હાથ પર ગોળી વાગી હતી. આ પછી ઇજઋ અને ઈઈં ફિરોઝપુરે ક્ધસાઈનમેન્ટ સાથે 2 દાણચોરોની ધરપકડ કરી હતી.
ઇજઋ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાદળી રંગના ડ્રમમાં કુલ 26 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન કરવામાં આવ્યું ત્યારે તેનું કુલ વજન અંદાજે 29.26 કિલો હતું. પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત તસ્કરને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.