રાજકોટમાં બીઆરટીએસ અને સિટી બસનાં ચાલકો આજે હડતાળ કરી હતી. બીઆરટીએસ પર મુસાફર કરનાર લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
રાજકોટમાં BRTS તેમજ સીટીબસનાં ચાલકો આજે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ BRTS રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. BRTS તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી BRTSમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
- Advertisement -
BRTS પર મુસાફરી કરનાર લોકોને પડી રહી છે મુશ્કેલી
રાજકોટમાં બીઆરટીએસ અને સીટી બસનાં કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હડતાળથી BRTS રૂટની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. જેથી BRTSમાં મુસાફરી કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કંપની દ્વારા રેગ્યુલર પગાર ચૂકવવામાં આવતો નથી
આ બાબતે બીઆરટીએસનાં કર્મચારી હિતેશ કે. કારીયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે રેગ્યુલર રાબેતા મુજબની ગાડી રોજની ગાડીઓ 65 થી 70 છે. જે બીઆરટીએસ તેમજ સીટી બસ મળીને 70 જેટલી ગાડીઓનાં પૈડા થંભી જવા પામ્યા છે. માંગણી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, કંપની સામે અમારો કોઈ રોષ નથી. અમારી કોઈ બીજી માંગણી નથી. કંપની પણ અમારી નોકરીને લઈ સંતોષ છે. અમને પગાર 7 થી 10 દરમ્યાન મળી જાય તે અમારી માંગણી છે. કંપનીનાં આયોજન પ્રમાણે ક્યારે 15 અથવા તો ક્યારેક 17 તારીખે પગાર ચૂકવવામાં આવે છે. તો ક્યારેક 11 થી 12 તારીખ સુધી મળી જાય છે. છેલ્લા પાંચ છ મહિનાથી આવી તકલીફ પડે છે.
રાજકોટવાસીઓને જે તકલીફ પડી રહી છે તે બદલ માફી માંગુ છુંઃ હિતેશ કારીયા
આવતા મહિનાથી 7 થી 10 વચ્ચે અમારો પગાર થઈ જશે. તે બાબતે કોઈ અધિકારી દ્વારા આ બાબતે વાતચીત કરી લે. તેમજ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને જે તકલીફ પડી રહી છે તે બાબતે દરેક ડ્રાયવર તરફથી માફી માંગું છું.