ખાસ-ખબર સંવાદદાતા
બોલીવૂડના ભાઇજાન સલમાન ખાનની દરિયાદિલી અને મહેરબાનીના અનેક કિસ્સા છે. પંજાબની કેટરિના બાદ ભાઇ ટીવી ક્વીન શ્વેતા તિવારીની દિકરી પલક પર મહેરબાન થયો છે. તેણે પોતાની અપકમિંગ ફિલ્મ કભી ઇદ કભી દિવાલી… સોરી હવે ભાઇજાનમાં પલકની એન્ટ્રી કરી દીધી. હાં હવે આ ફિલ્મનું નામ ભાઇજાન થઇ ગયું છે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ અનેક કારણોને લીધે ચર્ચામાં રહી છે.
આ ફિલ્મ સ્ટાર-કાસ્ટને કારણે અવારનવાર હેડલાઇનમાં આવી છે. મેકર્સે આ ફિલ્મમાં શહનાઝ ગિલને લીધી છે. શહનાઝ ’બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થઈ હતી. હવે શ્વેતા તિવારીની દીકરી ને ’બિજલી ગર્લ’ પલક તિવારીને કાસ્ટ કરી છે.